RBI Repo Rate 2026

ભારતીય રિઝર્વ બેંક (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) દ્વારા નાણાકીય નીતિની દ્વિમાસિક સમીક્ષા બેઠકના નિર્ણયોની જાહેરાત કરવામાં આવી છે. વૈશ્વિક સ્તરે વધતા રાજકીય અને આર્થિક તણાવ વચ્ચે પણ આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ દેશના પોલિસી વ્યાજદરો (રેપો રેટ) માં કોઈ જ ફેરફાર ન કરતા તેને 5.25% પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે.

આ સાથે જ ભારતીય અર્થતંત્રની મજબૂત રફતારને ધ્યાનમાં રાખીને નાણાકીય વર્ષ 2026-27 માટે જીડીપી (GDP) ગ્રોથ રેટનો અંદાજ વધારીને 6.7% કરવામાં આવ્યો છે.

મુખ્ય હાઇલાઇટ્સ (Key Highlights)

વિગતવર્તમાન સ્થિતિ
રેપો રેટ (Repo Rate)5.25% (અપરિવર્તિત)
FY27 GDP અનુમાન6.6% થી વધીને 6.7%
Q1 GDP ગ્રોથ અંદાજ7.0%
FD વ્યાજદરોવર્તમાન ઉંચા દરે સ્થિર રહેશે
લોન EMIહપ્તા સ્થિર રહેશે (કોઈ વધારો નહીં)

અર્થતંત્ર માટે સુખદ સમાચાર: GDP અનુમાનમાં સુધારો

મધ્ય પૂર્વમાં ચાલતા યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માં સર્જાયેલી તણાવપૂર્ણ સ્થિતિને કારણે ગ્લોબલ સપ્લાય ચેઈન ખોરવાઈ હોવા છતાં, ભારતનું સ્થાનિક અર્થતંત્ર મજબૂત પ્રદર્શન કરી રહ્યું છે. RBI ની સમીક્ષા મુજબ:

  • જીડીપીમાં વૃદ્ધિ: દેશમાં મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં જોવા મળતી મજબૂત માંગને કારણે નાણાકીય વર્ષ 2026-27 ના પ્રથમ ત્રિમાસિક (Q1) ગાળામાં જીડીપી ગ્રોથ 7% અને બીજા ત્રિમાસિકમાં 6.4% રહેવાનો અંદાજ છે.

  • સ્થાનિક માંગ: ગ્રામીણ અને શહેરી વપરાશમાં સતત વધારો થવાથી ભારતીય ઈકોનોમી વૈશ્વિક આંચકાઓ સામે ટકી રહી છે.

બેંક FD રોકાણકારો માટે સુવર્ણ તક

આરબીઆઈ દ્વારા વ્યાજદરો યથાવત રાખવાના નિર્ણયથી બેંક ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ના ગ્રાહકોને મોટો ફાયદો થશે:

  • વ્યાજદરમાં તાત્કાલિક ઘટાડો નહીં: રેપો રેટ સ્થિર રહેતા બેંકો હાલમાં FD ના વ્યાજદરો ઘટાડે તેવી શક્યતા નહિવત છે.

  • આકર્ષક વ્યાજદરો: વાણિજ્યિક બેંકો હાલમાં 7.10% થી 7.30% સુધીના દર આપી રહી છે, જ્યારે સ્મોલ ફાઇનાન્સ બેંકો સિનિયર સિટિઝન્સ માટે 8.24% થી 8.50% સુધીનું ઉત્તમ વ્યાજ ઓફર કરી રહી છે.

  • સિનિયર સિટિઝન્સ: વરિષ્ઠ નાગરિકોને સામાન્ય નાગરિકો કરતાં 0.50% થી 0.75% સુધી વધુ વ્યાજ મળતું રહેશે.

આ પણ વાંચો :ચંદ્ર પર રોકેટનો મોટો ધડાકો: SpaceX ફાલ્કન 9 ક્રેશ અને NASA નું ખાસ મિશન

લોન ધારકો પર શું અસર પડશે?

હોમ લોન, ઓટો લોન કે પર્સનલ લોન ધરાવતા ગ્રાહકો માટે આ નિર્ણય રાહત લઈને આવ્યો છે. રેપો રેટમાં વધારો ન થવાથી બેંકો તેમની ધિરાણ દરોમાં વધારો નહીં કરે, જેના કારણે ગ્રાહકો પર વધારાના EMI નો બોજ પડશે નહીં. નાણાકીય નિષ્ણાતોના મતે, વ્યાજદરો ટોચ પર હોવાથી લાંબા ગાળાની FD માં નાણાં લોક-ઈન કરવા માટે આ સમય શ્રેષ્ઠ ગણાય.

Share this post:

By vk galsar

hii i am journalist and storyteller specializing in news. With over 5 years of experience, they love turning complex topics into deeply narratives.