Kaziah Liz Mejocredit by press journal

પિંક સિટી જયપુરના ભવ્ય મંચ પર જ્યારે દેશભરની ૫૩ સુંદર અને પ્રતિભાશાળી યુવતીઓ એકસાથે એક જ સ્વપ્ન સાથે ઊભી હતી, ત્યારે આખા દેશની નજર એ ક્ષણ પર ટકેલી હતી કે આ વર્ષે ભારતની સુંદરતાનો તાજ કોના શિરે સજશે. તમામ સ્પર્ધકોને માત આપીને કેરળની ૧૯ વર્ષીય કાઝિયા લિઝ મેજોએ (Kaziah Liz Mejo) Miss Universe India 2026 નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે.

આ સાથે જ કાઝિયાએ એક નવો રેકોર્ડ પણ બનાવ્યો છે – તે દેશનો આ પ્રતિષ્ઠિત તાજ જીતનારી કેરળની સૌપ્રથમ મહિલા બની ગઈ છે. ગત વર્ષની વિજેતા મણિકા વિશ્વકર્માએ આંખોમાં હર્ષાવિશાદ સાથે કાઝિયાને આ તાજ પહેરાવ્યો હતો.

ગ્રાન્ડ ફિનાલેમાં બોલિવૂડ અને ફેશન જગતના દિગ્ગજોની હાજરી

આ વખતનો Grand Finale માત્ર સ્પર્ધા પૂરતો સીમિત નહોતો, પરંતુ ગ્લેમર અને ટેલેન્ટનો એક અદભુત સંગમ હતો. સ્પર્ધાના આખરી નિર્ણાયક (Jury Panel) તરીકે ભારતની પ્રથમ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન (Sushmita Sen), ભૂતપૂર્વ મિસ યુનિવર્સ ઇન્ડિયા ઉર્વશી રાઉતેલા (Urvashi Rautela) અને સેલિના જેટલી (Celina Jaitly) જેવા જાણીતા ચહેરાઓ હાજર રહ્યા હતા.

ઉર્વશી રાઉતેલા આ ફિનાલેને લઈને ખૂબ જ એક્સાઇટેડ જોવા મળી હતી. તેણે સ્પર્ધકોના આત્મવિશ્વાસ અને સ્ટેજ પ્રેઝન્સના મુક્ત મને વખાણ કર્યા હતા.

 કોણ છે ખિતાબ વિજેતા કાઝિયા લિઝ મેજો?

કેરળના માવેલિકરા (Mavelikkara) ની વતની કાઝિયા માત્ર સુંદર જ નથી, પરંતુ તે બહુમુખી પ્રતિભા (Multitalented) ધરાવે છે:

  • અભ્યાસ અને મોડેલિંગ: ૨૦૦૭માં જન્મેલી કાઝિયાનો મોટાભાગનો ઉછેર અને શાળાકીય અભ્યાસ અબુ ધાબી (UAE) માં થયો છે. હાલમાં તે ૧૯ વર્ષની વયે Law Student (કાયદાની વિદ્યાર્થીની) છે અને સાથે સફળ મોડેલિંગ પણ કરે છે.

  • કલા અને સંગીતમાં માહિર: કાઝિયા છેલ્લા ૧૨ વર્ષથી તાલીમબદ્ધ ક્લાસિકલ ડાન્સર છે. આટલું જ નહીં, તે સરસ ગાઈ શકે છે તેમજ વાયોલિન અને ડ્રમ્સ જેવા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ ખૂબ જ સરસ વગાડે છે.

  • એક્ટિંગ અને પબ્લિક સ્પીકિંગ: મલયાલમ સિનેમા (Mollywood) ની મગાહિટ ફિલ્મ ‘Shylock’ થી તેણે બાળ કલાકાર/અભિનેત્રી તરીકે કરિયરની શરૂઆત કરી હતી. તે એક શ્રેષ્ઠ Public Speaker પણ છે.

  • પેજન્ટ્સમાં જૂનો અનુભવ: ૧૭ વર્ષની ઉંમરે તેણે Miss Teen Diva 2024 જીત્યો હતો અને ત્યારબાદ Miss Teen International 2025 માં 1st Runner-up રહી હતી. ચાલુ વર્ષે જ તેણે Miss Universe Kerala 2026 નો ખિતાબ જીતી સૌથી નાની વયની સ્ટેટ વિજેતા બનવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.

 ગુજરાત માટે પણ ગૌરવની ક્ષણ

આ ભવ્ય સ્પર્ધામાં તમિલનાડુની વૈષ્ણવી ગણેશ (Vaishnavi Gannesh) 1st Runner-up રહી હતી. જ્યારે ગુજરાતની અનુશ્રી સાતવલેકર (Anushri Satavlekar) 2nd Runner-up બનીને Miss International India 2026 નો ખિતાબ જીતવામાં સફળ રહી છે, જે ગુજરાત માટે પણ ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે.

આ પણ વાંચો : Tempsens IPOમાં પૈસા લગાવવાની લાઈન! GMP 105% પહોંચ્યો, શું Listing પર થશે મોટો ફાયદો?

હવે પ્યુઅર્ટો રિકોમાં લહેરાશે ભારતનો તિરંગો

Miss Universe India 2026 નો સિંહાસન મેળવ્યા બાદ હવે કાઝિયા લિઝ મેજોનું આગામી લક્ષ્ય વૈશ્વિક મંચ છે. તે આવતા નવેમ્બર 2026 માં Puerto Rico ખાતે આયોજિત થનારી 75મી Miss Universe આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ (Represent) કરશે.

આખી દેશવાસીઓ તરફથી કાઝિયાને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું નામ રોશન કરવા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

Share this post:

By vk galsar

hii i am journalist and storyteller specializing in news. With over 5 years of experience, they love turning complex topics into deeply narratives.