BMC recruitment 2026 : જગ્યાઓનું વિગતવાર કેટેગરી વાઈઝ વર્ગીકરણ
કાર્યપાલક ઇજનેર (સિવીલ): આ સંવર્ગ માટે માત્ર ૧ જગ્યા ઉપલબ્ધ છે, જે ફક્ત બિન અનામત (સામાન્ય) વર્ગના ઉમેદવાર માટે જ ફાળવવામાં આવી છે. આમાં EWS, SEBC, ST, SC કે દિવ્યાંગ કેટેગરી માટે કોઈ જગ્યા નથી.
મલ્ટી પર્પસ હેલ્થ વર્કર (અર્બન મલેરિયા): આ ભરતીમાં સૌથી વધુ ૭૫ જગ્યાઓ આ હોદ્દા માટે છે. જેમાં બિન અનામત વર્ગ માટે કુલ ૩૧ (૨૧ સામાન્ય અને ૧૦ મહિલા), EWS માટે ૮ (૬ સામાન્ય અને ૨ મહિલા), SEBC માટે ૨૦ (૧૪ સામાન્ય અને ૬ મહિલા), ST કેટેગરી માટે ૧૧ (૮ સામાન્ય અને ૩ મહિલા) અને SC માટે ૫ (૪ સામાન્ય અને ૧ મહિલા) જગ્યાઓ નક્કી કરાઈ છે. વધુમાં, આ કેડરમાં દિવ્યાંગ (PH) ઉમેદવારો માટે ૩ જગ્યાઓ અનામત રાખવામાં આવી છે.
સેનેટરી સબ ઇન્સ્પેક્ટર: આ કેડર માટે કુલ ૪ જગ્યાઓ ભરવાની થાય છે. જેમાંથી બિન અનામત (સામાન્ય) માટે ૩ જગ્યાઓ અને SEBC (સામાન્ય) માટે ૧ જગ્યા ફાળવવામાં આવી છે, જ્યારે દિવ્યાંગ ઉમેદવારો માટે ૧ જગ્યા અનામત છે.
- ઓનલાઇન અરજીની શરૂઆત: તા. ૨૦/૦૮/૨૦૨૬ (બપોરે ૧૪:૦૦ કલાકથી)
- અરજી કરવાની અંતિમ તારીખ: તા. ૧૫/૦૯/૨૦૨૬ (રાત્રિના ૨૩:૫૯ કલાક સુધી)
- પોસ્ટ ઓફિસમાં ફી ભરવાની છેલ્લી તારીખ: તા. ૧૭/૦૯/૨૦૨૬ (બપોરે ૧૫:૦૦ કલાક સુધી)
- અરજીનું માધ્યમ: કોઈપણ સંજોગોમાં રૂબરૂ કે ટપાલ દ્વારા મોકલેલી અરજી સ્વીકારવામાં આવશે નહીં. ઉમેદવારે માત્ર OJAS વેબસાઇટ પરથી જ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.
- પરીક્ષા અને મેરિટ લિસ્ટ: જાહેરાત અનુસાર પસંદગી સમિતિ દ્વારા ઉમેદવારોના ગુણ અને પાત્રતાના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરી શોર્ટલિસ્ટેડ થયેલા ઉમેદવારોને જ લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે.
- અરજી ફી: નિયત થયેલી અરજી ફી તા. ૧૭/૦૯/૨૦૨૬ ના બપોરે ૧૫:૦૦ કલાક સુધીમાં નજીકની કમ્પ્યુટરાઈઝ્ડ પોસ્ટ ઓફિસમાં જમા કરાવવાની રહેશે. ફી ભર્યા વગરની અરજીઓ આપોઆપ ના મંજૂર ગણવામાં આવશે.
- વયમર્યાદા અને અનામત લાભ: સરકારી નિયમોનુસાર SC, ST, SEBC, EWS, મહિલાઓ અને દિવ્યાંગ ઉમેદવારો માટે જગ્યાઓ અનામત રાખવામાં આવી છે તેમજ વયમર્યાદામાં નિયમાનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે.
- અંતિમ નિર્ણય: ભરતી પ્રક્રિયા અંગે કમિશનરશ્રી, ભાવનગર મહાનગરપાલિકાનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે.
આ પણ વાંચો :SBI Clerk Recruitment 2026: 1,538 જગ્યાઓ માટે નોટિફિકેશન જાહેર | લાયકાત અને અરજી પ્રક્રિયા
- સૌપ્રથમ ઓનલાઇન પોર્ટલ (http://ojas.gujarat.gov.in) પર જાઓ.
- ‘Online Application’ વિભાગમાં જઈ ‘Apply’ વિકલ્પ પસંદ કરો.
- જાહેરાતમાં દર્શાવેલ Bhavnagar Municipal Corporation (BMC) ની ભરતી પસંદ કરો.
- તમારી વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો સાચી ભરી ફોર્મ સબમિટ કરો.
- અરજી સબમિટ થયા બાદ કન્ફર્મેશન નંબર મેળવી તેની પ્રિન્ટ આઉટ સાચવી રાખો અને નિયત ફી પોસ્ટ ઓફિસમાં ભરો.
