BMC Recruitment 2026
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભાવનગર મહાનગરપાલિકા (BMC) દ્વારા વિવિધ સંવર્ગની કુલ ૮૦ જગ્યાઓ પર સીધી ભરતી કરવા માટે સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ગુજરાત સરકારના OJAS પોર્ટલ મારફતે માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

BMC recruitment 2026 : જગ્યાઓનું વિગતવાર કેટેગરી વાઈઝ વર્ગીકરણ

ભરતી જાહેરાત અનુસાર જુદા જુદા હોદ્દાઓ માટે કેટેગરી મુજબ જગ્યાઓની ફાળવણી નીચે મુજબ કરવામાં આવી છે,ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલ કુલ ૮૦ જગ્યાઓમાંથી સૌથી વધુ મલ્ટી પર્પસ હેલ્થ વર્કરની જગ્યાઓ ફાળવવામાં આવી છે. દરેક હોદ્દાની કેટેગરી મુજબ વિગતવાર વહેંચણી નીચે મુજબ છે:

કાર્યપાલક ઇજનેર (સિવીલ): આ સંવર્ગ માટે માત્ર ૧ જગ્યા ઉપલબ્ધ છે, જે ફક્ત બિન અનામત (સામાન્ય) વર્ગના ઉમેદવાર માટે જ ફાળવવામાં આવી છે. આમાં EWS, SEBC, ST, SC કે દિવ્યાંગ કેટેગરી માટે કોઈ જગ્યા નથી.

મલ્ટી પર્પસ હેલ્થ વર્કર (અર્બન મલેરિયા): આ ભરતીમાં સૌથી વધુ ૭૫ જગ્યાઓ આ હોદ્દા માટે છે. જેમાં બિન અનામત વર્ગ માટે કુલ ૩૧ (૨૧ સામાન્ય અને ૧૦ મહિલા), EWS માટે ૮ (૬ સામાન્ય અને ૨ મહિલા), SEBC માટે ૨૦ (૧૪ સામાન્ય અને ૬ મહિલા), ST કેટેગરી માટે ૧૧ (૮ સામાન્ય અને ૩ મહિલા) અને SC માટે ૫ (૪ સામાન્ય અને ૧ મહિલા) જગ્યાઓ નક્કી કરાઈ છે. વધુમાં, આ કેડરમાં દિવ્યાંગ (PH) ઉમેદવારો માટે ૩ જગ્યાઓ અનામત રાખવામાં આવી છે.

સેનેટરી સબ ઇન્સ્પેક્ટર: આ કેડર માટે કુલ ૪ જગ્યાઓ ભરવાની થાય છે. જેમાંથી બિન અનામત (સામાન્ય) માટે ૩ જગ્યાઓ અને SEBC (સામાન્ય) માટે ૧ જગ્યા ફાળવવામાં આવી છે, જ્યારે દિવ્યાંગ ઉમેદવારો માટે ૧ જગ્યા અનામત છે.

મહત્વની તારીખો અને સમયરેખા
  • ઓનલાઇન અરજીની શરૂઆત: તા. ૨૦/૦૮/૨૦૨૬ (બપોરે ૧૪:૦૦ કલાકથી)
  • અરજી કરવાની અંતિમ તારીખ: તા. ૧૫/૦૯/૨૦૨૬ (રાત્રિના ૨૩:૫૯ કલાક સુધી)
  • પોસ્ટ ઓફિસમાં ફી ભરવાની છેલ્લી તારીખ: તા. ૧૭/૦૯/૨૦૨૬ (બપોરે ૧૫:૦૦ કલાક સુધી)
પસંદગી પ્રક્રિયા અને મહત્વની શરતો
  • અરજીનું માધ્યમ: કોઈપણ સંજોગોમાં રૂબરૂ કે ટપાલ દ્વારા મોકલેલી અરજી સ્વીકારવામાં આવશે નહીં. ઉમેદવારે માત્ર OJAS વેબસાઇટ પરથી જ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.
  • પરીક્ષા અને મેરિટ લિસ્ટ: જાહેરાત અનુસાર પસંદગી સમિતિ દ્વારા ઉમેદવારોના ગુણ અને પાત્રતાના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરી શોર્ટલિસ્ટેડ થયેલા ઉમેદવારોને જ લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે.
  • અરજી ફી: નિયત થયેલી અરજી ફી તા. ૧૭/૦૯/૨૦૨૬ ના બપોરે ૧૫:૦૦ કલાક સુધીમાં નજીકની કમ્પ્યુટરાઈઝ્ડ પોસ્ટ ઓફિસમાં જમા કરાવવાની રહેશે. ફી ભર્યા વગરની અરજીઓ આપોઆપ ના મંજૂર ગણવામાં આવશે.
  • વયમર્યાદા અને અનામત લાભ: સરકારી નિયમોનુસાર SC, ST, SEBC, EWS, મહિલાઓ અને દિવ્યાંગ ઉમેદવારો માટે જગ્યાઓ અનામત રાખવામાં આવી છે તેમજ વયમર્યાદામાં નિયમાનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે.
  • અંતિમ નિર્ણય: ભરતી પ્રક્રિયા અંગે કમિશનરશ્રી, ભાવનગર મહાનગરપાલિકાનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે.

આ પણ વાંચો :SBI Clerk Recruitment 2026: 1,538 જગ્યાઓ માટે નોટિફિકેશન જાહેર | લાયકાત અને અરજી પ્રક્રિયા

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
  1. સૌપ્રથમ ઓનલાઇન પોર્ટલ (http://ojas.gujarat.gov.in) પર જાઓ.
  2. ‘Online Application’ વિભાગમાં જઈ ‘Apply’ વિકલ્પ પસંદ કરો.
  3. જાહેરાતમાં દર્શાવેલ Bhavnagar Municipal Corporation (BMC) ની ભરતી પસંદ કરો.
  4. તમારી વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો સાચી ભરી ફોર્મ સબમિટ કરો.
  5. અરજી સબમિટ થયા બાદ કન્ફર્મેશન નંબર મેળવી તેની પ્રિન્ટ આઉટ સાચવી રાખો અને નિયત ફી પોસ્ટ ઓફિસમાં ભરો.
વધુ માહિતી અને વિગતવાર નોટિફિકેશન માટે ભાવનગર મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ (https://www.bmcgujarat.com) ની મુલાકાત લેવી.

Share this post:

By vk galsar

hii i am journalist and storyteller specializing in news. With over 5 years of experience, they love turning complex topics into deeply narratives.