Dharmendra Pradhan Gen Z Statement

ભુવનેશ્વર ખાતે એક જાહેર કાર્યક્રમ દરમિયાન પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NEET-UG પેપર લીક વિવાદ અને પોતાના રાજીનામાની માંગ પર વિપક્ષ સામે આકરું વલણ અપનાવ્યું છે. તેમણે દાવો કર્યો છે કે વિરોધ પ્રદર્શનો દરમિયાન દેશની ‘Gen Z’ (નવી યુવા પેઢી) ના આક્રોશનો દુરુપયોગ કરીને તેમને ભ્રમિત કરવાના પદ્ધતિસરના રાજકીય પ્રયાસો કરવામાં આવ્યા હતા.

‘Gen Z ને પોલિટિકલ ટૂલ બનાવવાનો પ્રયાસ’:ધર્મેન્દ્ર પ્રધાને

ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે, પરીક્ષાની અનિયમિતતાઓને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા હોવી સ્વાભાવિક હતી. પરંતુ કેટલીક રાજકીય શક્તિઓએ આ સ્થિતિનો ઉપયોગ યુવાનોને ઉશ્કેરવા અને પોતાનો રાજકીય એજન્ડા સેટ કરવા માટે કર્યો. તેમણે સ્પષ્ટ કર્યું કે ‘Gen Z’ ના ભવિષ્ય સાથે રમત રમનારા તત્વોના મનસૂબા ક્યારેય સફળ થશે નહીં.

રાજીનામાની માંગ અને સિસ્ટમમાં સુધારો

પોતાના રાજીનામા અંગે વિપક્ષ દ્વારા કરાયેલી માંગણીઓનો ઉત્તર આપતાં શિક્ષણ મંત્રીએ ઉમેર્યું કે, મુશ્કેલ પરિસ્થિતિમાં જવાબદારી છોડીને ભાગી જવું એ કોઈ ઉકેલ નથી. સરકારે બનાવોની ગંભીરતા સમજીને તાત્કાલિક ધોરણે CBI તપાસ સોંપી હતી અને દોષિતો પર કડક કાર્યવાહી કરી હતી. ભવિષ્યમાં NTA (National Testing Agency) દ્વારા લેવાતી પરીક્ષાઓ સંપૂર્ણપણે લીક-પ્રૂફ (Leak-proof) બને તે માટે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી જરૂરી સુધારાઓ લાગુ કરવામાં આવી રહ્યા છે.

NEET Controversy પસી શું થયું ?

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે NTA (National Testing Agency) ની કાર્યપ્રણાલીમાં મોટા પાયે ફેરફાર કરવા માટે ઈસરોના પૂર્વ ચેરમેનની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય કમિટી (High-Level Committee) ની રચના કરી છે. આ કમિટી ડેટા સિક્યોરિટી (Data Security), પરીક્ષા કેન્દ્રોની પસંદગી, પ્રોક્ટોરિંગ સિસ્ટમ અને પ્રશ્નપત્ર નિર્માણની પ્રક્રિયા પર નવી માર્ગદર્શિકા તૈયાર કરી રહી છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનું ડિજિટલ લીકેજ કે માનવીય ગડબડ અટકાવી શકાય.

NEET પરીક્ષાના પરિણામો જાહેર થયા બાદ દેશભરમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા ઉગ્ર આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ સહિતના મુખ્ય વિપક્ષી દળોએ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે સંસદથી લઈને રસ્તાઓ સુધી હંગામો મચાવ્યો હતો. આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ (Supreme Court) સમક્ષ પણ પહોંચ્યો હતો, જ્યાં અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે જો પરીક્ષાની પવિત્રતા (Sanctity of Exam) સાથે સેજ પણ સમજૂતી થઈ હોય, તો દોષિતો સામે કડકમાં કડક પગલાં લેવાવા જોઈએ.

આ પણ વાંચો :કામિકા એકાદશી 2026: જાણો પૌરાણિક વ્રત કથા, મહાત્મ્ય અને પૂજા વિધિ | Kamika Ekadashi Vrat Katha

સરકારે આશ્વાસન આપ્યું છે કે આગામી તમામ નેશનલ લેવલની સ્પર્ધાત્મક પરીક્ષાઓ (Competitive Exams) માં ઝીરો ટોલરન્સ પોલિસી (Zero Tolerance Policy) અપનાવવામાં આવશે. અત્યાધુનિક બાયોમેટ્રિક વેરિફિકેશન અને સખત સર્વેલન્સ સિસ્ટમ દ્વારા પરીક્ષા પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી કોઈ પણ પ્રીમિયમ કે મેરિટોરિયસ વિદ્યાર્થીના હિતને નુકસાન ન પહોંચે.

Share this post:

By vk galsar

hii i am journalist and storyteller specializing in news. With over 5 years of experience, they love turning complex topics into deeply narratives.