varanasi synopsis leak

‘RRR’ ની વૈશ્વિક સફળતા બાદ ફિલ્મ ડિરેક્ટર એસ.એસ. રાજામૌલી (SS Rajamouli) અને તેલુગુ સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુ ની આગામી મેગા બજેટ ફિલ્મ ‘Varanasi’ ની અધિકૃત Synopsis સામે આવતા જ સિનેપ્રેમીઓમાં ભારે રોમાંચ જોવા મળી રહ્યો છે. આ એક હાઈ-ટેક સાયન્સ ફિક્શન (Sci-Fi) અને ગ્લોબલ એક્શન-એડવેન્ચર ફિલ્મ છે, જે ભારતીય સિનેમામાં નવો ઈતિહાસ રચવા જઈ રહી છે.

શું છે ‘Varanasi’ ફિલ્મની સસ્પેન્સ વાર્તા?

સામે આવેલી સિનોપ્સિસ અનુસાર, ફિલ્મની વાર્તા વર્ષ 2027 ના સમયગાળા પર આધારિત છે. પૃથ્વી પર એક મોટું અસ્તિત્વનું સંકટ આવી પડે છે જ્યારે ‘Shambhavi’  નામનો એક વિશાળ એસ્ટરોઇડ (Asteroid / ઉલ્કાપિંડ) સીધો ભારતની પવિત્ર નગરી વારાણસી સાથે અથડાવાની દિશામાં આગળ વધી રહ્યો હોય છે.

આ વિનાશક હોનારતને રોકવા માટે એક અત્યંત જોખમી ગ્લોબલ મિશન શરૂ કરવામાં આવે છે. આ મિશન માટે રુધ્ર (Rudhra) નામના એક સાહસિક આર્કિયોલોજિસ્ટ (Archaeologist & Explorer) ની પસંદગી થાય છે, જે પાત્ર મહેશ બાબુ ભજવી રહ્યા છે. રુધ્રનું લક્ષ્ય એક પ્રાચીન પૌરાણિક કલાકૃતિ  શોધી કાઢવાનું છે, જે આ ભયાનક સંકટને ટાળવાની ચાવી ધરાવે છે.

પ્રિયંકા ચોપરાનો નિર્ભય રોલ અને પૃથ્વીરાજ બનશે ટેક-જીનિયસ વિલન

આ આંતરરાષ્ટ્રીય સાહસમાં મહેશ બાબુ સાથે global icon પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) જોવા મળશે. પ્રિયંકા આ ફિલ્મમાં મંદાકિની (Mandakini) નામની એક ચતુર Historian અને કુશળ શૂટર (Marksman) ની ભૂમિકામાં છે.

બીજી તરફ, મલયાલમ સિનેમાનો શ્રેષ્ઠ અભિનેતા પૃથ્વીરાજ સુકુમારન (Prithviraj Sukumaran) આ ફિલ્મમાં કુંભ (Kumbha) નામના એક ચાલાક ટેક-જીનિયસ (Tech-Genius Villain) ના ખલનાયકની ભૂમિકામાં આ બંનેનો પીછો કરશે.

આ પણ વાંચો :Toxic Movie Trailer Out: વિઝ્યુઅલ ફીસ્ટ અને વાયલન્સથી ભરપૂર યશની ‘ટોક્સિક’નું ટ્રેલર રિલીઝ, જુઓ રિવ્યૂ

આફ્રિકાના જંગલોથી લઈને એન્ટાર્કટિકા અને પ્રાચીન રોમ સુધીનો સફર

આ ફિલ્મનું શૂટિંગ આફ્રિકાના ઘનઘોર જંગલો, એન્ટાર્કટિકાના બરફીલા વિસ્તારો અને યુરોપના વિહંગમ લોકેશન્સ પર કરવામાં આવ્યું છે. ડિરેક્ટર રાજામૌલી અનુસાર, વાર્તા વારાણસીથી શરૂ થઈને વિશ્વભરમાં ફરે છે અને પ્રાચીન રોમન સામ્રાજ્ય (Ancient Rome) સુધી ભૂતકાળમાં પણ જાય છે.

100% IMAX કેમેરાથી શૂટ થયેલી આ મેગા બજેટ ફિલ્મ વિશ્વભરના સિનેમાઘરોમાં 7 એપ્રિલ 2027 ના રોજ રીલીઝ થશે.

Share this post:

By vk galsar

hii i am journalist and storyteller specializing in news. With over 5 years of experience, they love turning complex topics into deeply narratives.