પાકિસ્તાન આ સમયે તેના ઇતિહાસના સૌથી ભયાનક આંતરિક અને રાજકીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. એક તરફ PoK (Pakistan Occupied Kashmir) માં જનતાનો આક્રોશ ચરમસીમા પર છે, તો બીજી તરફ બલૂચિસ્તાનમાં BLA (Baloch Liberation Army) અને ખૈબર પખ્તુનખ્વા (Khyber Pakhtunkhwa) માં TTP (Tehreek-e-Taliban Pakistan) એ પાકિસ્તાની સેનાનું જીવવું હરામ કરી દીધું છે.
આ ચૌતરફા સંકટ વચ્ચે રાવલપિંડી સ્થિત લશ્કરી હેડક્વાર્ટર (GHQ) થી લઈને ઈસ્લામાબાદના ગલિયારામાં એક જ ચર્ચા ગરમ છે: શું પાકિસ્તાન આર્મી ચીફ જનરલ આસિમ મુનીર (General Asim Munir) દેશમાં સત્તાપલટો (Military Coup) કરીને ‘Chief Martial Law Administrator’ બનવાની તૈયારી કરી રહ્યા છે?
ત્રણ મોરચે ઘેરાયેલું પાકિસ્તાન: ગૃહયુદ્ધ જેવી સ્થિતિ
પાકિસ્તાનમાં વડાપ્રધાન શાહબાઝ શરીફ (PM Shehbaz Sharif) ની નાદાન અને લાચાર સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે:
બલૂચિસ્તાનમાં BLA નો ખોફ: બલૂચ મુક્તિ સેના (BLA) એ દાવો કર્યો છે કે તેણે બલૂચિસ્તાનના 85% વિસ્તાર પર પોતાનું વર્ચસ્વ જમાવી લીધું છે. BLA હવે આધુનિક ડ્રોન ટેકનોલોજી અને હથિયારો વડે પાકિસ્તાની સૈન્ય છાવણીઓ અને CPEC (China-Pakistan Economic Corridor) ના પ્રોજેક્ટ્સને સીધા નિશાન બનાવી રહી છે.
ખૈબર પખ્તુનખ્વા અને TTP નો આતંક: અફઘાનિસ્તાન સરહદને અડીને આવેલા વિસ્તારોમાં TTP પાકિસ્તાની પોલીસ અને સેનાના કાફલા પર સતત હુમલા કરી રહ્યું છે. અફઘાન તાલિબાન સાથે પણ સરહદી વિવાદ વકર્યો છે.
PoK માં જન આક્રોશ: PoK માં JAAC (Joint Awami Action Committee) ના નેતૃત્વ હેઠળ મોંઘવારી, કમરતોડ ટેક્સ અને વિવાદાસ્પદ ચૂંટણી પ્રક્રિયા સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે.
PoK માં હિંસક દમન બાદ બેકફૂટ પર શાહબાઝ સરકાર
PoK માં જૂન મહિનાથી શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો પર પાકિસ્તાની સુરક્ષા દળોએ ભારે ગોળીબાર અને દમનચક્ર ચલાવ્યું હતું, જેમાં અત્યાર સુધી 80 થી વધુ લોકોના મોત થયા છે. પરંતુ જનતાનો વિરોધ શાંત થવાને બદલે વધુ ભડક્યો છે.
