8 pay comission gujarati news

કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓ અને પેન્શનરો માટે 8th Pay Commission (૮મું પગાર પંચ) ને લઈને ખુબ જ મહત્વના અને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. દેશભરમાં ચાલી રહેલી પગાર પંચની બેઠકો વચ્ચે એવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે કે આ વખતે આયોગ માત્ર કાર્યરત કર્મચારીઓનો સેલરી વધારો નક્કી કરવા સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ ૧ જાન્યુઆરી ૨૦૨૬ પહેલા નિવૃત્ત થયેલા લાખો કર્મચારીઓના Pension Plan અને Dearness Allowance (DA) ના નિયમોમાં પણ ઐતિહાસિક ફેરફારો કરી શકે છે.

હવે દર 3 મહિને રિવાઇઝ થશે DA અને DR?

હાલની વ્યવસ્થા મુજબ સરકાર વર્ષમાં બે વાર (જાન્યુઆરી અને જુલાઈ) મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) ની સમીક્ષા કરે છે. પરંતુ દેશના અંદાજે ૧૦ લાખ પેન્શનરોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા Bharat Pensioners Samaj (BPS) એ પગાર પંચ સમક્ષ એક દમદાર પ્રસ્તાવ મૂક્યો છે.

સંસ્થાની માંગ છે કે રોકડા નાણાં પર વધતી મોંઘવારીની સીધી અસર થાય છે, તેથી DA અને DR ની સમીક્ષા દર ૬ મહિનાના બદલે દર ૩ મહિને (ત્રિમાસિક) સરેરાશ ફુગાવાના આધારે થવી જોઈએ. આ ઉપરાંત, જો DR નો દર ૨૫% થી વધી જાય, તો તેને સીધું જ મૂળ પેન્શન (Basic Pension) માં વિલીન (Merge) કરી દેવાની પણ જોરદાર માંગ કરવામાં આવી છે.

જૂના પેન્શનરોના હિતમાં નિયમો બદલાશે!

કર્મચારી સંગઠનો જેવા કે BPS અને All India Defence Employees Federation (AIDEF) એ સરકાર પાસે 8th Pay Commission ના Terms of Reference (ToR) માં તાત્કાલિક સુધારો કરવાની રજૂઆત કરી છે.

સંગઠનોનું કહેવું છે કે ૧ જાન્યુઆરી ૨૦૨૬ પહેલા રિટાયર્ડ થયેલા કર્મચારીઓ અને તેમના પરિવારોની પેન્શન રકમ પણ નવેસરથી નક્કી થવી જોઈએ. સરકારી પરિપત્રોમાં વપરાતા ‘Unfunded Cost’ જેવા શબ્દો સામે વિરોધ નોંધાવતા સંગઠનોએ ધારદાર દલીલ કરી છે કે પેન્શન એ કર્મચારીઓની આજીવન સેવાનું ફળ અને આર્થિક સુરક્ષા છે, સરકાર માટે માત્ર આર્થિક બોજ નથી.

ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ 5th, 6th અને 7th Pay Commission વખતે સરકારે જરૂરિયાત મુજબ ToR ના નિયમોમાં સુધારા કર્યા જ હતા, તેથી આ વખતે પણ જૂના પેન્શનરો માટે નિયમો બદલાય તેવી પૂરી શક્યતા છે.

શું છે કર્મચારી મંડળોની પ્રમુખ માંગણીઓ?

  • લઘુત્તમ પગાર અને પેન્શન: કર્મચારી મંડળોએ ન્યૂનતમ Basic Pay વધારીને ₹69,000 અને ન્યૂનતમ પેન્શન ₹45,000 કરવાની માગ કરી છે.

  • Fitment Factor: 5.2 વેઇટેડ-યુનિટ ફેમિલી ફોર્મ્યુલાના આધારે 3.83 નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવાનું સૂચન.

  • ૫ વર્ષે સમીક્ષા: મોંઘવારીના દરને ધ્યાનમાં રાખીને દર ૧૦ વર્ષના બદલે દર ૫ વર્ષે પગાર અને પેન્શનનું રિવિઝન થાય.

આ પણ વાંચો :હવે શાળાના પાઠ્યપુસ્તકો ઘરે બેઠા મળશે! પાઠ્યપુસ્તક મંડળ અને Amazon વચ્ચે કરાર, કોઈ જ ડિલિવરી ચાર્જ નહીં

ક્યારે આવશે આખરી રિપોર્ટ?

૩ નવેમ્બર ૨૦૨૫ ના રોજ ગઠિત થયેલા ૮મા પગાર પંચને સરકારે ૧૮ મહિનાનો સમય આપ્યો છે. આયોગ હાલમાં ચંડીગઢ, જયપુર, ચેન્નઈ અને પુડુચેરી જેવા દેશના મુખ્ય શહેરોમાં કર્મચારી પ્રતિનિધિઓ સાથે બેઠકો કરી રહ્યું છે. બધું આયોજન મુજબ રહેશે તો મે-જૂન 2026 સુધીમાં પગાર પંચ પોતાનો આખરી અહેવાલ સરકારને સોંપી દેશે.

Share this post:

By vk galsar

hii i am journalist and storyteller specializing in news. With over 5 years of experience, they love turning complex topics into deeply narratives.